Vanita Rathod rajkot

Sunday, 11 August 2019

https://m.facebook.com/story.php?story_fbid=1782629138550489&id=100004102603325&sfnsn=scwspmo&s=100004102603325&w=n

Friday, 31 May 2019


     વિશ્વ તમાકુ નિષેધ દિવસ 31મી મે
                  વનિતા રાઠોડ
                  આચાર્યા,શાળા નં ૯૩,નાના મવા, રાજકોટ
                                  
             ત ....તમને
મા....મારી નાખતી
            કુ ....કુટેવો

                        ૧૯૮૭ માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રતિનિધીઓએ સાથે મળી ૩૧મી મેં તમાકુ નિષેધ દિન એટલે કે વર્લ્ડ નો ટોબેકો ડેતરીકે જાહેર કર્યો. દર વર્ષે ૩૧ મે ના દિવસ ને "વિશ્વ તમાકુ નિષેધ દિવસ" તરિકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને તમાકુની શરીર પરની હાનીકારક અસરોથી અવગત કરાવવામાં આવે છે અને લોકોને તમાકુમુક્તિ માટે પ્રેરણા આપવામાં આવે છે.
                       વિશ્વમાં તમાકુના બંધાણીઓની કુલ સંખ્યા ૧૦૦ કરોડ કરતા પણ વધુ છે. જે પૈકીના ૮૦ કરોડ લોકો ભારત તથા અન્ય વિકાસશિલ દેશોમાં રહે છે. તમાકુના લીધે વિશ્વમાં દર વર્ષે ૬૦ લાખ લોકો મૃત્યુને ભેટે છે. જે પૈકીના ૫૦ લાખ લોકો પોતેજ તમાકુની બનાવટોનો કોઇપણ સ્વરુપે ઉપયોગ કરતા હોય છે જ્યારે ૬ લાખ લોકો પોતે તમાકુના વ્યસની ના હોઇ પરંતુ અન્ય તમાકુનો ઉપયોગ કરતા લોકોના સતત સંપર્ક ના લીધે મૃત્યુ પામે છે.
                      તમાકુ ઉત્પાદનો એ કોઇપણ રાષ્ટ્રના વિકાસ માટે ખતરારુપ છે. અને તે લોકોના શારિરીક સ્વાસ્થ્ય માટે હાનીકારક છે, ઉપરાંત લોકોની આર્થીક સ્થિતી પણ ખોરવાય છે. આમ આ તમાકુ ઉત્પાદનોના સેવનની ઉભી થયેલ વૈશ્વિક કટોકટીને  પહોચીં વળવા વિવિધ સરકારો તેમજ લોકો આરોગ્ય તેમજ વિકાસને પ્રાથમિકતા આપે તે જરુરી છે. આમ, આ વર્ષે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમીતે "તમાકુ વિકાસ માટે ખતરો" ને આ વર્ષની મુખ્ય થીંમ તરીકે પસંદ કરેલ છે.
                    તમાકુ નિષેઘને વ્યાપક અર્થમાં લેતા તે માત્ર શારિરીક સ્વાસ્થ્ય ની અસમતુલાના હેતુ ઉપરાંત તમાકુના પાક, ઉત્પાદન, વેચાણ અને ઉપભોગ સુધી થતી પ્રતિકુળ અસરોને આવરી લે છે. તમાકુ નિષેઘ ગરીબી, ભુખમરો નો અંત આણી કૃષીવિષયક અને આર્થિક વિકાસ અને લાંબાગાળે પર્યાવરણ ના ફેરફાર માં પણ પોતાના ફાળૉ નોંધાવે છે. તમાકુ ઉત્પાદનો પર કરનું ભારણ વધારતા સરકારી આરોગ્ય વિષયક અને અન્ય વિકાસના કાર્યોમાટે યોગ્ય ભંડોળ મળી રહે છે. આ ઉપરાંત  લોકો વ્યક્તિગત રીતે પણ તમાકુ ઉત્પાદનો નો ત્યાગ કરી તમાકુ પર વેડફાતા પૈસાનો આરોગ્યપ્રદ ખોરાક, સ્વાસ્થ્ય અને શિક્ષણ પાછળ સદઉપયોગ કરી પોતાના જીવન માં નોંધપાત્ર પરીવર્તન લાવી શકે છે.
                          મોટાભાગના કિસ્સાઓમાં વ્યક્તિ ક્ષણિક મોજ-મજા માટે તમાકુનો ઉપયોગ શરુ કરે છે જે આગળ જતા વ્યસનમાં પરિણમે છે. અને તમાકુની અનુપસ્થિતીમાં અનુભવાતી બેચેની, અકળાંમણ, તણાવ, સુસ્તિને દુર રાખવા તેનો ઉપયોગ શરુ રાખે છે. તમાકુની લાંબાગાળાની આડ અસરો જેવીકે, સ્ટ્રોક. ફેફસા, મોં, જીભ કે સ્વરપેટીનુ કેન્સર, હ્દયરોગ, ગર્ભાશય, પાચનતંત્ર તથા આંતરડાનુ કેન્સર, નપુંસકતા જેવી  અસરો પ્રત્યે જાગૃતી તથા તમાકુમુક્તિના પ્રયાસો મનોચિકિત્સકની સીધી દેખરેખ હેઠળ કરવાથી તમાકુમુક્તિના પ્રયત્નો સફળ નિવડે છે.તમાકુ તમારા શરીરના વિવિધ ભાગો, જેવા કે મુખ, ગળું, ફેફસા, જઠર, મૂત્રપિંડ, મૂત્રાશય, વગેરેના કેન્સર માટે જવાબદાર છે. વિશ્વમાં મુખ કેન્સરના સૌથી વધારે કિસ્સાઓ ભારતમાં છે અને તેનુ કારણ છે તમાકુ. ભારતમાં પુરુષોના કેન્સરમાં તમાકુનો ફાળો 56.4 ટકા અને સ્ત્રીઓના કેન્સરમાં 44.9 ટકા છે. 90 ટકા કરતા વધારે ફેફસાના કેન્સર અને ફેફસાના અન્ય રોગો ધૂમ્રપાનને કારણે થાય છે. તમાકુ હ્રદય અને રક્તવાહિનીઓના રોગ, હાર્ટ એટેક, છાતીમાં દુખાવો, હ્રદયરોગથી અચાનક મૃત્યુ, સ્ટ્રોક (બ્રેઇન એટેક), પેરિફેરલ વાસ્ક્યુલર રોગ (પગનું ગેંગ્રીન). ભારતમાં ફેફસાનો ક્રોનિક ઓબસ્ટ્રક્ટિવ રોગના 82 ટકા માટે તમાકુ ધુમ્રપાન જવાબદાર છે.
                             તમાકુ આડકતરી રીતે ફેફસાનો ક્ષય કરે છે. કાયમી ધૂમ્રપાન કરનારાઓમાં ટીબી લગભગ ત્રણગણો જોવા મળે છે. સિગારેટ કે બીડીનું જેટલું વધારે ધુમ્રપાન, એટલું ધુમ્રપાન કરનારાઓમાં ટીબીનું પ્રમાણ વધારે. ધુમ્રપાન\તમાકુ અચાનક લોહીનું દબાણ વધારે છે અને હ્રદય તરફ લોહીનો પ્રવાહ ઘટાડે છે તે પગ તરફ પણ લોહીનો પ્રવાહ ઘટાડે છે અને પગમાં ગેંગ્રીન કરે છે. માકુ સમગ્ર શરીરની ધમનીઓની દીવાલોને નુકસાન કરે છે. ધુમ્રપાન કુટુંબના બાળકો અને અન્ય સભ્યો માટે પણ (સેકન્ડહેન્ડ સ્મોકિંગને કારણે) આરોગ્યના પ્રશ્નો સર્જે છે. રોજના બે પેકેટ સિગારેટ પીનારી વ્યક્તિ સાથે રહેતી વ્યક્તિ સિગારેટ પીતી ના હોય તો પણ તે મૂત્રમાં નિકોટિનના પ્રમાણ મુજબ દિવસની ત્રણ સિગારેટ જેટલું નિષ્ક્રિય ધુમ્રપાન કરે છે. એ પણ જણાયું છે કે ધુમ્રપાન\તમાકુ વપરાશ ડાયાબીટીસનું જોખમ વધારે છે. તમાકુ શરીરમાં સારા કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે છે.
                  ધુમ્રપાન કરનારા\તમાકુનું સેવન કરનારા વ્યસનીઓને બિન-વ્યસનીઓ કરતા હ્રદયના રોગ અને પક્ષાઘાત થવાની 2થી 3ગણી સંભાવના હોય છે. દર 8 સેકન્ડે તમાકુ સંબંધિતએક મૃત્યુ થાય છે
               ભારતમાં તમાકુ સંબંધિત મૃત્યુની કુલ સંખ્યા દર વર્ષે 800,000થી 900,000 વચ્ચે હોવાની સંભાવના છે. તમાકુ છોડવાથી એક કિશોરના જીવનમાં વીસ વર્ષ ઉમેરાય છે.  
                   તમાકુ છોડવાના ઘણા શારીરિક ફાયદાઓ થાય છે. કેન્સર અને હ્રદય રોગ થવાના જોખમો ઘટશે. હ્રદય પરનો તણાવ ઘટશે.
      થોડામાં ઘણું........
         
          વનિતા રાઠોડ, આચાર્યા,શાળા નં ૯૩,નાના મવા, રાજકોટ
                                  


https://youtu.be/VWhTvlDKe1I

Tuesday, 28 May 2019

Monday, 27 May 2019

ચાલો, ભારતને બધાં જ ક્ષેત્રમાં નંબર વન બનાવીએ...

ચાલો, ભારતને બધાં જ ક્ષેત્રમાં નંબર વન બનાવીએ...
                હા, દરેક ક્ષેત્રમાં પછીએ ક્ષેત્ર સરકારી હોય કે ખાનગી, રાજકારણ હોય કે ધર્મ,શિક્ષણ હોય કે વ્યાપાર,સેવા હોય કે કલા તમામ ક્ષેત્રમાં સર્વ શ્રેષ્ઠ બનાવવા તમામ ભારતીય યત્ન કરે, પ્રયત્ન કરે..પોતે જ્યાં છે ત્યાં પોતે પોતાનું 100% આપે...કોઈ પણ ભારતીય ગુણવત્તા કે નિષ્ઠામાં કોઈ પણ બાંધછોડ ન કરે..જેમાં શેરી વાળવાવાળો સ્વીપર હોય કે દેશનાં સર્વોચ્ચ પદે બીરાજમાન મહાનુભવ... દરેક ભારતીયમાં રાષ્ટ્રવાદની તાતી જરુર છે... દરેક ભારતીય માટે રાષ્ટ્ર જ મોખરે હોવું જોઈએ...પોતાનાં દરેક અંગત સ્વાર્થ કરતાં રાષ્ટ્ર પહેલા પોતાનાં કુટૂંબ કરતાં રાષ્ટ્ર પહેલા.....દરેક ભારતીયનો જીવન ઉદેશ્ય રાષ્ટ્રહિત..અને જીવનમંત્ર રાષ્ટ્રવાદ હોવો જોઈએ... મારો દેશ પહેલા, મારો દેશ મોખરે...એમ વિચારી દરેકે પોતાનાથી બનતું બધું જ દેશનાં હિતમાં કરી છુટવું જોઈએ.... આવો બનાવીએ .."મેરા ભારત મહાન".
       થોડામાં ઘણું...
                   || વનિતા રાઠોડ ||

આજની યુવા પેઢી ખોટા માર્ગે જઈ રહી છે.....

            ઘણીવાર એવું લાગે કે આ નવી જનરેશન વધુ સ્માર્ટ છે, વધુ ટેલેન્ટેડ છે.પણ, લાગે છે તે ખોટા માર્ગે જઈ રહી છે.. રાજકોટમાં બહારથી ભણવા આવનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે.. તો આ શિક્ષણમાટે આવનાર વિદ્યાર્થીઓમાં ખોટી આદતોનું પ્રમાણ વધુ છે.. માતા પિતા ભણવવાનાં ઉદેશ્ય સાથે આ બાળકોને એકલા મુકે છે.. પણ, આ બાળકોની ખરાબ સોબતો, ગંદી સંગતની અસર અને ખોટી આદતો તેની યુવાનીને ખોરવી રહી છે.. મોટા ભાગે વ્યસનનો ભોગ બને, ન કરવાનાં કાર્યમાં જોડાઈ.. હાલ બહુ જ નાના વયનાં સ્કુલ વિદ્યાર્થીઓ સ્મોક કરતા નજરે ચડે.. અરે, માત્ર છોકરાઓ જ નહી છોકરીઓ પણ હવે ખુલ્લેઆમ સિગરેટ પીતી જોવા મળે... એ સિવાયનાં પણ વ્યસન ને આદત ... શું આ એમનાં માતા પિતાની જાણ બહાર હશે..? બાળકને હોસ્ટેલમાં કે શહેરમાં રુમ રાખી ભણવા મોકલી દઈ માવતર પોતાની જવાબદારી પુરી કરી લીધી એમ જ માનતા હશે ને..!!??? બાળકો માગે એટલા પૈસા પુરા પાડવા .. બસ, ને..!!?? ને જો માતા પિતા પૈસા ન મોકલે તો ..!!?? તો , બીજા ક્યાં રસ્તા નથી ??..!! હા, એમ જ,, આ લોકો એની વ્યવસ્થા કરી જાણે છે... આ વ્યવસ્થા અંગે જાણ્યું તો આશ્ચર્ય થયું ,  ક્યાં જઈ રહી છે આ યુવા પેઢી..?? ને આજ કાલનાં બાળકો કરતાં માતા પિતાને જાણે વધુ સ્વતંત્રતા જોઈએ છે કે શું..??!! બસ,  બાળકોને  હોસ્ટેલમાં મુકો, બીજા શહેરમાં મુકો.. બાળકોને સ્વતંત્રતા આપો... !! પણ, ક્યા ઉમરે કેટલી સ્વતંત્રતા કોને આપવી એ કોણ નક્કી કરશે..??!! નજર સામે આ વિદ્યાર્થીઓનાં બદલાયેલા જીવનને જોતાં ખુબ દુ:ખ થાય..મૂલ્યશિક્ષણનો હાર્શ થતો જોઈ શકાતો નથી...
              થોડામાં ઘણું
                                || વનિતા રાઠોડ  ||
       

https://twitter.com/vanitarathod79/status/1133023477676597248?s=09

મિત્રતાનો દિવસ નહી દાયકાઓ હોય..

મિત્રતાનો દિવસ નહી દાયકાઓ હોય...
          હાથ પર દસ ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધાયા તો બધાય આપણા મિત્રો છે માની ન લેવું...અહી તો જેને મિત્રની વ્યાખ્યાય ખબરનથી એય જથ્થાબંધ બેલ્ટ લઈ ફરેછે...!!  ને આજે તો સ્વાર્થી, દગાખોરને લે-ભાગુ મિત્રો વધુ મળે..જેટલા લૂટારુને છેતરનારા મળ્યા બધાંય મિત્ર જ બની આવ્યા....આ મિત્રનું પાત્ર ટૂંકાગાળા માટે ભજવવામાં બધાં બહુ માહીર છે....મિત્રતા બાંધવી ખૂબ સરળ પણ, નિભાવવી એટલી જ મૂશ્કેલ....ને આ ચક્રની માફક ફર તા માણસમાં સાચો મિત્ર શોધવો અઘરો.....ને હા, જો કોઈને ખરો મિત્ર મળે તો એના માટે એક દિવસ ન હોય.. એક જીંદગીય ટૂંકી પડે.!!
        થોડાંમાં ઘણું..
                 || વનિતા રાઠોડ ||

સ્ત્રી એક વેલ સમી હોય છે......

સ્ત્રી એક વેલ સમી હોય છે......
      સ્ત્રીનું મન એક વેલ જેવું હોય છે..જેને એક મજબૂત થળની જરુર હોય છે..ને જ્યાં કોઈ અડગ ટેકો દેખાય એ એને ટેકે વિકસવા લાગે છે..પાંગરવા લાગે છે....સ્ત્રીનાં અસ્તીત્વ માટે એક અડીખમ સ્તંભની જરુર હોય છે... આ ટેકો, થળ શોધતી હોય છે ઝંખતી હોય છે... આ ટેકો એમનો પતિ હોય શકે...મિત્ર હોય શકે...કોઈપણ ખભો હોઈ શકે જે તેને સંભાળતો હોય... આ સ્ત્રી  સહજ સ્વભાવ છે... સ્ત્રી સહજ ભાવના છે...
          થોડામાં ઘણું...
                      || વનિતા રાઠોડ ||

શું કંઈ બદલાય કોઈ વિના....???!!!

શું કંઈ બદલાય કોઈ વિના....???!!!
       કોઈ ચાલ્યું ગયું સદા માટે ..... કોઈ ન રહે જો આગળનાં પળ માટે..??!! શું ને ક્યાં કશું બદલાય કોઈ વિના...??!!! હા, સવાર પણ પડી...ઘટમાળ રોજનાં મુજબ જ ચાલી...ન ઘડીયાળ રોકાય..ન રોકાયો સમય...હતી જેનાં દિલમાં એનાં માટે અમાપ લાગણી ન રોકાય એનાં દિલની ધડકન....બધું જ ચાલતું રહ્યું ને બે ઘડીનાં સંભારણા મુકી ચાલ્યું ગયું કોઈ દુનિયા છોડી...!!!??? કોઈ યાદ રહેશે બે દિવસ તો કોઈ બે વરસ ...કોઈ બે દાયકા ...તો કોઈ બે સદી....પણ, કંઈ જ બદલાતું નથી કોઈ વિનાં...!!!
       થોડામાં ઘણું...
                   || વનિતા રાઠોડ ||

આપણા અસંસ્કારનું પ્રદર્શન ન કરીએ......

Share it maximum....
Share it maximum....
આપણા અસંસ્કારનું પ્રદર્શન ન કરીએ......
                                                                                                         તહેવારોની  ઉજવણીમાં સ્વચ્છતાનો ખ્યાલ રાખીએ...અમે મેળામાં નથી જતાં ..મેળો પુરો થાય પછી એ જગ્યાને સ્વચ્છ કરવા ઝુંબેશ હાથ ધરીએ...પણ, જો મેળા એન્જોય કરનાર થોડી તકેદારી રાખે તો શહેર સ્વચ્છ રહે...મેળામાં ઠેર ઠેર કચરા પેટી મુકેલ હોય..ને છતા રેપર્સ,બોટલ, કચરો જેમ તેમ ફેંકાતો હોય...મેળામાં જનાર બધાં અભણ કે નિરક્ષર હોતા નથી.... પણ, સ્વચ્છતાને અને શિક્ષણને કંઈ લેવા દેવા ખરા....!! ??? સ્વચ્છતા એ સંસ્કાર છે.. અને ગંદકી કરવી અને ફેલાવવી એ અસંસ્કારનું પ્રદર્શન છે... અને ભણેલા બધાં સંસ્કારી નથી હોતા એ સાબિત થાય છે...!! ગરીબોનાં ઝુપડાં કે આંગણા સ્વચ્છ હોય છે....!.ને મોંઘીઘાટ ગાડીમાંથી કચરો  રસ્તા પર ફેંકાતો હોય છે...!!!.આમ માટે આકરા દંડની જોગવાઈ થવી જોઈએ...કચરો કોઈ કરે ને કોઈ બીજા સફાઈ કરે એ બંધ થવું જોઈએ..સ્વૈચ્છીક સંસ્થાઓ આ કાર્ય હાથ ધરે...આ બંધ થવું જોઈએ....બગડે બીજા...સાફ કરે બીજા...!!! આ બંધ જ થવું જોઈએ....
         આકરામાં કડવું...
                થોડાંમાં ઘણું...
                       || વનિતા રાઠોડ ||                                                                                                        

કમાલ કરનારા......

કરી તે કરી કેવી આ કમાલ કરનારા.!
વિધિમાં મારા આવા લેખ લખનારા!!
સમજાય મને ના સમજાય આ કોઈને,
ગુંથીમાં પડ્યા છે બધા સમજનારા..!!
કરી તે કરી કેવી આ કમાલ કરનારા!!
એક ભવ જીવે કોઈ, કોઈ બે ભવ જીવે;
મને તો કેટ કેટલાય ભવ જીવાડનારા.!!
કરી તે કરી કેવી આ કમાલ કરનારા.!!
આશા નિરાશાથી સઘળાં રમે છે,
ને રમે છે દિલથી ઘણાં રમનારા.!
કરી તે કરી કેવી આ કમાલ કરનારા!
ગમતું હતું એ તો મળ્યું નથી ને,
અણગમતું જ સઘળું સામે ધરનારા.!!
કરી તે કરી કેવી આ કમાલ કરનારા!!!
|| વનિતા રાઠોડ ||

Vanita Rathod

સઘળું માન અપમાન પચાવી લીધું,
મેં ઝેર સમાન જીવન મીઠું કરી લીધું.!
|| વનિતા રાઠોડ ||

જિંદગી ભીખમેં નહિ મિલતી ..... (આત્મહત્યા વિષય પર ચિંતન)

જિંદગી ભીખમેં નહિ મિલતી ..... (આત્મહત્યા વિષય પર ચિંતન)
વનિતા રાઠોડ.
આચાર્ય, શ્રી વિનોબાભાવે પે. સે. શાળા નં ૯૩
રાજકોટ

દરેકની જિંદગીની કિંમત સરખી જ હોય છે. દરેક માતા અને પિતાનો દીકરો કે દીકરી એમને સરખા જ વહાલા હોય છે. ને છતાં કેમ તે જિંદગીનો દાવ અધવચે રમતા-રમતા છોડી દેવાય છે. આપઘાત કરવો એ કોઈ બહાદુરી નથી એક નરી કાયરતા જ છે. આપણે કોઈ સમસ્યા કે નિરાશાથી એવા ઘેરાય જઈએ કે મોત સિવાય કોઈ રસ્તો જ ન સુઝે. અને શું આત્મહત્યા કોઈ ઇલાજ છે, ઉકેલ છે??? શું આત્મહત્યા થી પ્રશ્ન પૂર્ણ થઇ જાય છે. ??
જીવન માં બધાને બધું મળતું હોતું નથી કે સદાય જિંદગીમાં ધાર્યું જ પરિણામ પ્રાપ્ત થતું નથી. નિદા ફાજલીના શબ્દો... “કભી કિસીકો મુકમલ જહાઁ નહિ મિલતા, કહી જામી તો કહી આસમા નહિ મિલતા.” હમેશા બધું જ આપણે વિચાર્યે તેવું જ થાય તેવું બનતું નથી. ને સાચી જિંદગીની કસોટી તો નિષ્ફળતાને પચાવવામાં છે અને ખરું જીવવું એ તો કઠોર પરિસ્થિતિમાં જ હોય છે. ખુદ ની જાતને દુ:ખનાં સમયમાં જાળવવી એ જ આપણામાં રહેલી સાચી શક્તિની ઓળખ કરાવી દે છે. દુ:ખનો કે કપરા સમયમાં અવળે માર્ગે વળી જવું, વ્યસનનાં ભોગી બની જવું એ આપણી અંદર રહેલી દુર્બળતા દર્શાવે છે. કોના જીવનમાં ચિંતા નથી??? કોના જીવનમાં ક્યારેય દુ:ખ નથી આવ્યું??? સંપૂર્ણ સુખી અહીં કોન છે??? જેની જેવી આવક એની એવી જાવક... જેના કામ મોટા એની એટલી જ ચિંતાઓ મોટી પણ કોઈ સમસ્યાનું સમાધાન આત્મ હત્યા નથી જ. આજકાલ નાં બાળકો અને યુવાનોમાં નિષ્ફળતા પચાવવાની, ઠપકો સંભાળવાની કે તકને પારખવાની દ્રષ્ટી આપવી જ પડશે ને જિંદગીમાં કદાચ એક તક છૂટી પણ ગઈ તો એથી જિંદગી પૂરી નથી થઇ જતી. જિંદગીના આ સતત ચાલતા પ્રવાસમાં કુદરત સતતને સતત નવી નવી તક આપતી જ રહે છે. બસ અને ટ્રેન એક છૂટી જાય તો બીજી આવવાની જ હોય છે. એક બસ કે ટ્રેન ચુકી જવાય તો આપણે આત્મહત્યા નથી કરી લેતા. દરેકે-દરેક સમસ્યાનો ઉકેલ છે જ અને એવી કોઈ મુશ્કેલી છે જ નહી જેને ટાળી ન શકાય???? સમય સૌથી મોટું ઓસડ છે – ઈલાજ છે , પણ આપણામાં ધીરજ હોવી જોઈએ કે કપરા સમયને પસાર થવા દઈએ.

સાહીર લુધયાનવીનાં શબ્દો અહી યાદ આવે,
પોંછકર અશ્ક અપની આંખો સે, મુશ્કુરાઓ તો કોઈ બાત બને,
સર ઝુકાને સે કુછ નહિ હોંગા, સર ઉઠાવો તો કોઈ બાત બને,
જિંદગી ભીખમે નહિ મીલતી, જિંદગી બઢકે છીની જાતિ હૈ,
અપના હક ઇસ સંગદિલ ઝમાને સે છીન પાઓ તો કોઈ બાત બને.....

જિંદગીને હર એક પળ જીવવાની હોય છે સુખમાં ,દુઃખમાં, ખુશીથી તથા ઉદાસીથી જીવવી પણ નાસીપાસ થઇ આત્મહત્યા કરવી એ ઈલાજ નથી. બાળકોમાં , યુવાનમાં કે વૃદ્ધમાં જિંદગી જીવવાનો ઉત્સાહ ક્યારેય ખુંટવો ન જોઈએ. આપણે લોકોને નિરુત્સાહી પણ ન બનાવવા જોઈએ. ખાસ કરીને આજનો યંત્રવત બનતું જીવન જીવનમાંથી રસ ઘટાડતું જાય છે.
બાળકને ઉછેરીને મોટા કેમ કર્યા હોય તે જ માતાપિતા લાડકવાયી દીકરી કે લાડકવાયા દીકરાની અર્થીને કાંધ આપે. કેટલી અસહ્ય હશે.??
અરે, મા-બાપ શું દીકરાની તમારી ભૂલ પર ઠપકો આપે તો કે કોઈ બે કડવા વેણ બોલી દે તો પરિણામ આવે આપઘાત!!!!
આજકાલ અખબારો વાંચીએ કે સોસીયલ મીડીયામાં અવારનવાર ફરતાં સમાચારોમાં આત્મહત્યા-આપઘાતનાં સમાચારો ઉડીને આંખે વળગે છે. લેણદારોના દેવા નહિ ચૂંકવનાર તો આ પગલું ભરતા સાસરીયાના ત્રાસથી વહુઓ આપઘાત કરતી અને કરે છે. હમણાં એક નવો દોર શરૂ થયો છે.એ છે પિયર ગયેલી પત્ની પરત ના ફરે કે રીસામણે ગયેલ પત્ની પાછી ન આવતા પતિઓ આપઘાત તરફ વળતા સમાચારોએ સુરખી પકડી છે. એ પછી સૌ વધુ આપઘાત કરી રહ્યા છે. ખેડૂતો અને હવે તો કરિયાણાવાળા , ફરસાણવાળા ધંધામાં ખોટ જાય , દેવું વધી જાય કે ધંધો ડૂબી જાય તો અંતિમ પગલું ભરવાનું બચે છે અને એ હોય છે માત્ર - આપઘાત.

વ્યક્તિગત આપઘાત થતા રહેતા હોય છે. પણ આજકાલ એવા ઘણા આપઘાતો થયા જેમાં સામુહિક આપઘાત થયો હોય, માતા મરતી તો તેના સંતાનોને પણ સાથે મારતી જાય, માતા કુવામાં પડતા સાથે સંતાનને પણ કુવામાં કુદાવે, માતા બળીને મારે તો ભેગા સંતાનોને પણ આગ ચાંપે....આમાં પણ ઘણી હિંમત જોઈતી હોય છે ને!!! બાળકને જન્મ આપવો જેટલો મુશ્કેલ હોય શું તેને મરવામાં સાથે લેવો સહેલો હોય શકે?? અને આજકાલ તો પરિવારના પાંચ – પાંચ વ્યક્તિઓ આપઘાત કરે. સામુહિક રીતે ઝેર પી કાયમ માટે સુઈ જવું – તે વળી ક્યાંની બહાદુરી?? ને સામુહિક આપઘાતને ઉકેલ ન ગણી મુશ્કેલી સામે અડગતાથી સામનો કરવાની સમુહભાવના કેમ નથી જાગતી હોય?? આ વિશ્વમાં એવો કોઈ પ્રશ્ન નથી કે જેનો ઉકેલ ન હોય અને પ્રશ્ન કે સમસ્યાને હીંમતભેર લડીને કેમ નાથી ન શકાય?? ખૂદ મોતને ભેટવા કરતા મુશ્કેલીને ભગાડવી જોઈએ.
અહી સાહિર લુધયાનવી સાહેબનો એક શેર ફરી યાદ કરીશ...........
ન મુહ છુપકે જીએ હમ ,ન સર ઝુકાકે જીયે,
સીતમગરો કી નજર સે નજર મિલકે જીયે,
અબ એક રાત અગર કામ જીયે તો હૈરત કયું?
કી જબ તક જીયે, મશાલે જલાકે જીયે,
અંધેરી રાત કે દિલમે દિયે જલાકે જીયે,
યે જિંદગી કિસી મંઝીલ પે રુક નહિ શકતી,
હર એક મકામ સે આગે કદમ બઢાકે જીયે...
મુસીબતને ભૂલવા મનની શક્તિની જરૂર પડશે. બહારતો આપણને ડીમોટીવેટ કરનાર ઘણા મળશે. આપણને જરૂર પડશે વધુને વધુ સેલ્ફમોતીવેશનની જે આંતરિક પ્રેરણા આપણને ખૂદ જ ખૂદની અંદરથી જ પ્રજ્વલીત કરાવી પડશે.
આસપાસ હકારાત્મક વલણ ધરાવતા મિત્રો રાખો. આપણે આપણી શક્તિનો પરિચય કરાવી શકે, તેવા મિત્રો આપણી આસપાસ રાખીએ. આપણી ભૂલોને બીલોરીકાચથી બતાવનારા ઘણા હશે. ને રહેવાના જ...પણ આપણી ક્ષમતાને ઓળખી તેને પ્રોત્સાહિત કરનારા ખુબ જ ઓછા મળશે. પણ તેનાથી નિરાશ નહિ થવાનું , પણ ખુદ જ ખુદ ની પીઠ થાબડતી રહેવાની.
ઇન્દીવરનાં શબ્દોમાં .....
એક અંધેરા લાખ સિતારે, એક નિરાશા લાખ સહારે,
સબસે બડી સોગાત હૈ જીવન, નાદાન હૈ વો જો જીવન સે હારે,
દુખશે અગર પહેચાન ન હોતો કૈસા સુખ ઓર કૈસી ખુશિયા,
તુફાનોસે લડકર હી તો લગતે હૈ સાહિલ કિતને પ્યારે.....

દુનિયા કી એ બગીયા એસી જીતને કાટે ફૂલ ભી ઉતને,
દામન મેં ખુદ આજાએંગે જીનકી તરફ તું હાથ પસારે...
બીતે હુએ કાલ કી ખાતિર તું આને વાલા કાલ મત ખોના,
જાને કોન કહાં સે આ કર રાહે તેરી ફિરસે સવારે!!!!

આજે ભણી રહેનાર તમામ વિદ્યાર્થીઓને સરકારી નોકરી મળશે જ એવું બનવાનું નથી. તમે ધંધો સ્થાપો તો નફો થશે જ તેવું ડર વર્ષે નહિ બને ..સંબંધોમાં પણ ઉતાર ચડાવ આવશે જ. જોખમો ઉઠાવવાની તૈયારી રાખવી જ પડશે. એક પંખીના નાનકડા બચ્ચાએ જન્મતાની સાથે ઈંડાના કઠોર પડને તોડવું પડે છે. જન્મતાની સાથે તાકાત બતાવવી પડે છે.
દેવામાં ડૂબેલ માણસ પોતે આપઘાત કરી છૂટી જાય છે.પણ, તેની વિધવા બનેલી પત્ની અને અનાથ થયેલા બાળકોના પ્રશ્નો ટળી જતા નથી બલ્કી વધી જાય છે.તે આપઘાત કરવાને બદલે ઘરમાં હીંમતથી બતાવી દે કે હવે આપણે સાથે મળી કપરા દિવસો ધીરજથી વીતાવીશું. તો કદાચ તેની પત્ની અને બાળકોમાટે સરળ બને. અને હા, બાળકોને કરકસરથી જીવતા પણ શીખવો. જે માતા પિતા બાળકોને મોઢે માંગી વસ્તુઓ આપી દે છે. તેના બાળકો મુસીબતમાં નિભાવી શકતા નથી.નાનપણમાં બાળકની તમામ જીદ પૂર્ણ થશે તો મોટા થયે જીદ પૂરી ને ન થતા તે આપઘાત પણ કરી નાખશે. દિવસો સદાય સરખા રહેવાના નથી. સારા સારા લોકોના જીવન માં પણ આર્થિક તંગી ને કપરા દિવસો આવ્યા ના દાખલા ઓછા નથી. બાળકોને હમેશા જાહોજલાલીની ટેવ ન પાડો.બાળકોને પૈસાની કીમત સમજાવી પૈસા ઝાડ પર ઉગતા નથી. મહેનત થી કમાવાય છે.તો સફળતા બિલાડીના ટોપની જેમ રાતોરાત ઉગી નીકળતી નથી. ખંતપૂર્વકની મહેનત અને ધીરજથી સફળતા હાસિલ થાય છે.
બાળકોની તરુણાવસ્થા તેના જીવન પર મોટી અસર કરે છે..તો બાળકોને સારા મિત્રો અને પ્રેરક પુસ્તકો દ્વારા હકારાત્મક વાતાવરણ પુરું પાડવું જોઈએ. ઇલેક્ટ્રિક મીડિયા પ્રિન્ટ મેડિયા એ આત્મહત્યા રોકવા પ્રયાસો કરવા જોઈએ...
આનંદ બક્ષી ના શબ્દો માં કહીએ તો....
“તુમ બેસહારા હો તો કિસીકા સહારા બનો.
તુમકો અપનેઆપ હી કિનારા મિલ જાયેંગા.
કસ્તી કોઈ ડૂબતી પહોચા દો કિનારે પે,
તુમકો અપનેઆપ હી કિનારા મીલ જાયેંગા .”
વનિતા રાઠોડ ...