ઘણીવાર એવું લાગે કે આ નવી જનરેશન વધુ સ્માર્ટ છે, વધુ ટેલેન્ટેડ છે.પણ, લાગે છે તે ખોટા માર્ગે જઈ રહી છે.. રાજકોટમાં બહારથી ભણવા આવનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે.. તો આ શિક્ષણમાટે આવનાર વિદ્યાર્થીઓમાં ખોટી આદતોનું પ્રમાણ વધુ છે.. માતા પિતા ભણવવાનાં ઉદેશ્ય સાથે આ બાળકોને એકલા મુકે છે.. પણ, આ બાળકોની ખરાબ સોબતો, ગંદી સંગતની અસર અને ખોટી આદતો તેની યુવાનીને ખોરવી રહી છે.. મોટા ભાગે વ્યસનનો ભોગ બને, ન કરવાનાં કાર્યમાં જોડાઈ.. હાલ બહુ જ નાના વયનાં સ્કુલ વિદ્યાર્થીઓ સ્મોક કરતા નજરે ચડે.. અરે, માત્ર છોકરાઓ જ નહી છોકરીઓ પણ હવે ખુલ્લેઆમ સિગરેટ પીતી જોવા મળે... એ સિવાયનાં પણ વ્યસન ને આદત ... શું આ એમનાં માતા પિતાની જાણ બહાર હશે..? બાળકને હોસ્ટેલમાં કે શહેરમાં રુમ રાખી ભણવા મોકલી દઈ માવતર પોતાની જવાબદારી પુરી કરી લીધી એમ જ માનતા હશે ને..!!??? બાળકો માગે એટલા પૈસા પુરા પાડવા .. બસ, ને..!!?? ને જો માતા પિતા પૈસા ન મોકલે તો ..!!?? તો , બીજા ક્યાં રસ્તા નથી ??..!! હા, એમ જ,, આ લોકો એની વ્યવસ્થા કરી જાણે છે... આ વ્યવસ્થા અંગે જાણ્યું તો આશ્ચર્ય થયું , ક્યાં જઈ રહી છે આ યુવા પેઢી..?? ને આજ કાલનાં બાળકો કરતાં માતા પિતાને જાણે વધુ સ્વતંત્રતા જોઈએ છે કે શું..??!! બસ, બાળકોને હોસ્ટેલમાં મુકો, બીજા શહેરમાં મુકો.. બાળકોને સ્વતંત્રતા આપો... !! પણ, ક્યા ઉમરે કેટલી સ્વતંત્રતા કોને આપવી એ કોણ નક્કી કરશે..??!! નજર સામે આ વિદ્યાર્થીઓનાં બદલાયેલા જીવનને જોતાં ખુબ દુ:ખ થાય..મૂલ્યશિક્ષણનો હાર્શ થતો જોઈ શકાતો નથી...
થોડામાં ઘણું
|| વનિતા રાઠોડ ||
Vanita Rathod rajkot
Monday, 27 May 2019
આજની યુવા પેઢી ખોટા માર્ગે જઈ રહી છે.....
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment