Vanita Rathod rajkot

Monday, 27 May 2019

મારો એક અનુભવ...

ગઈકાલે બે ઘટના બની...
મારા જુના કામવાળાબેને મને તેનાં ઘરે બોલાવી.કહે, "બેન, મારો 20 વર્ષનો દિકરો મારુ માનતો નથી, મને હારતો નથી.એનાં માટે મેં જાત ઘસી નાખી પણ એ ક્યેં છે કે તમે મારા માટે કર્યૂ જ શું છે..??!" એનો દિકરો સવારે મોડો મોડો ઊઠે ને ઊઠીનેય તેનાં આવારા દોસ્તારો સાથે રખડ્યાં કરે અથવા મોબાઈલમાં ગેઈમ રમ્યાં કરે..તેનાં માતા પિતા કોઈ કંઈ કહે તો સામો થાય.. જેમ તેમ જવાબો આપે..... 
મને એ બેને કહ્યું કે, "તમે મારા દિકરાને કંઈક સમજાવો. તેં હવે ફાકી માવો ખાતો થઈ ગયો છે..." આ છોકરો ત્રણ વર્ષ પહેલા ધોરણ 12 માં નાપાસ થયો ને ત્યારનો બસ રખડે છે..કોઈ કામ છે નઈ..કંઈ કરવું છે નઈ...આપણું યુવાધન કેટલું બરબાદી તરફ જઈ રહ્યું છે જાણી દુ:ખ થાય... માતા પિતાએ એમના માટે આપેલ ભોગ એમને દેખાતો જ નથી..એમનાં માટે કરેલ મહેનત દેખાતી નથી..એમને તો એમ છે કે તેઓ આપમેળે જ આવા મોટા થઈ ગયા...કદાચ ભગવાન કોઈએ જોયા છે કે નહી પણ માતા પિતાનાં સ્વરૂપમાં સૌ પાસે ઘરે ઘરે ભગવાન છે..એને આદર આપીએ...માન આપીએ..પણ, આ છોકરાની આ સ્થિતી કરવામાં તેની સંગતનો મોટો હિસ્સો છે..તમે કેવા મિત્રો સાથે રહો છો બેઠો છે..એ ખૂબ જ અગત્યનું છે.. બાળકો સમજતાં જ નથી કે સંગત તમારા જીવન ઘડતરમાં કેટલો મોટો ભાગ ભજવી જાય છે..ઉદાહરણ જોવો તો "સંજુ" મુવી... કાલ મેં એ છોકરાને ખૂબ સમજાવ્યો.મારી વાત એનાં ગળે પણ ઊતરી..મને એને વિશ્વાસ આપ્યો કે હવે તે તેનું વર્તન સુધારશે...કામકાજ કરશે..આગળ ભણશે..વ્યસન છોડી દેશે ને એવા મિત્રો પણ છોડી દેશે..વહેલો ઊઠી જશે ને એની માતાને જેમ તેમ નહી બોલે...
બીજી એક ઘટના એવી બની, કે કોઈ એક વ્યક્તિ એ મને કહ્યું કે, " તમારો ખૂબ આભાર..." મેં પુછ્યું કે શા માટે ? તો કહે , "હું ખૂબ તકલીફ માં હતો ને હું આત્મહત્યા કરવાનો હતો. પણ, તમે મારા માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છો... જો એક સ્ત્રી કપરી પરિસ્થિતીને હસતા હસતાં નિવારી શકે તો હું કેમ નઈ ..??!!!"
થોડાંમાં ઘણું....
||વનિતા રાઠોડ||

No comments:

Post a Comment