Vanita Rathod rajkot

Monday, 27 May 2019

થોડામાં ઘણું ....સ્વાર્થ ...

સ્વાર્થનાં શ્વાસથી ચાલતો સમાજ...
એમણે કહ્યું, "બેન, આમ તો તમે એકલા થઈ જશો ..!!" ને મેં કહ્યું, " બેન, આમ પણ આપણે એકલા જ તો છીએ.. બધાં આપણી સાથે છે તે માત્ર આપણો ભ્રમ છે.સ્વાર્થનાં તાંતણે વિંટળાઇને બંધાયેલ સામાજિક સંબંધો શું ખરેખર આપણને જોડવામાં સફળ થયાં છે..??ને આમ પણ કોઈ ક્યાં સુધી આપણી સાથે રહેશે?? ખબર છે...!!?? તેનો સ્વાર્થ સધાય ત્યાં સુધી જ.. મતલબી દુનિયાનાં બદલાયેલ રંગોમાં તો કાચીંડાની જાત પણ પાછળ રહે.."
એ બેન ચાલ્યાં ગયાં...ને હું મારામાં...ઘણાને આ વાત ગળે નહી ઊતરે..આમ પણ સત્ય ક્યાં સરળતાથી પચે છે..!!? ઘણાં અસ્વીકાર કરશે, દંભ કરશે, આડંબર કરશે..ને કહશે કે , " આવું બધે હોતું નથી." પણ, ક્યાંકને ક્યાંક ને ક્યાંક આનો ભોગ બન્યા જ હશે અથવા હજુ તેમને જીવનમાં આ પડાવમાંથી પસાર થવાનું બાકી હશે...બાકી કહેવાતા સંબંધોમાં "ના" કહી તો જો જો...સાચું ચિત્ર સામે આવ્યા વગર રહેશે નહી...આપણે સામાજિક પ્રાણી છીએ અને સમાજનો શ્વાસ છે સ્વાર્થ...માત્ર સ્વાર્થ..
થોડાંમાં ઘણું...
|| વનિતા રાઠોડ ||

No comments:

Post a Comment